◦ Fast Delivery in Metros and all Cities in 3 - 8 days       ◦ Extra 5% Off on all online payments       ◦ Cash-on-Delivery Available      

Gujarati

હરસ-મસા (પાઈલ્સ) અને ફિશરની પીડા થી ઝડપી રાહત માટે પાઈલોસ્પ્રે (PiloSpray) અને પાઈલોકિટ (PiloKit)

Buy From:

પાઈલોસ્પ્રે – હરસ-મસા અથવા પાઈલ્સ અને ફિશર માટે વિશ્વની પ્રથમ ટચ-ફ્રી સ્પ્રે ટ્રીટમેન્ટ.

હરસ-મસા સાથે રહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે તમારે તેની સારવાર કરવી પડે ત્યારે તે વધુ મુશ્કેલ છે. જ્યારે તમને બેસવાનો પણ ડર લાગે છે, તો પછી તમે ગુદાક્ષેત્રને સ્પર્શ અને સારવારની કલ્પના કેવી રીતે કરી શકો છો?

એપ્લિકેટર દ્વારા લગાવવામાં આવતા ક્રીમ/ મલમ/ જેલ જેવા પરંપરાગત ઉપચારો ઇજા, પીડા અને અવગડતાનું કારણ બની શકે છે. ક્રીમ/ મલમ/જેલ દ્વારા થતી અન્ય સમસ્યાઓ છે: ગુદાક્ષેત્રનાં અસરગ્રસ્ત ભાગ સુધી પહોંચવામાં અને ચોપડવામાં થતી મુશ્કેલી, તાત્કાલિક ઉપયોગ સંભવ નથી અને એને રાહત પહોચાડવામાં સમય લાગે છે.

પાઈલોસ્પ્રે આ બધી સમસ્યાઓનો ઉકેલ છે.

પાઈલોસ્પ્રે પાઈલ્સ અને ફિશર માટેની ક્રાંતિકારી અને સ્પર્શમુક્ત સ્પ્રે સારવાર છે. પાઈલોસ્પ્રે ઉપયોગમાં સરળ છે અને એને વાપરવામાં કોઇ અવગડ નથી પડતી તકલીફમાંથી ઝડપથી રાહત માટે એનો ઉપયોગ કોઈપણ સમયે, કોઈપણ સ્થળે કરી શકાય છે.

પેશન્ટને પાઈલોસ્પ્રેથી ઘણાં લાભ થશે, સ્વ ઉપયોગ અને સારવાર સરળ બનતી હોવાથી, સમયસર સારવાર હવે શક્ય છે, અને પીડા, દાહ, ખંજવાળ, રક્તસ્ત્રાવ અને સોજા જેવા લક્ષણોથી ઝડપી રાહત છે, માત્ર એક સ્પ્રે દૂર!

હરસ-મસા અને ફિશરની સારવાર માટે પાઈલોસ્પ્રેની રચનામાંતલનું તેલ, દારુહળદર, લોધ્ર, મોચરસ, કપૂર, ફુદીનો અને કોકમનું તેલ જેવી 7 પસંદગીની ઔષધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાઈલોસ્પ્રે એન્ટિ- હેમોરેજિક, હિમોસ્ટેટિક, એન્ટિસેપ્ટિક, એનાલ્જેસિક, એનેસ્થેટિક, એન્ટિ-પ્રુરાયટિક, એન્ટિઇન્ફ્લેમેટરી અને વુન્ડ હીલિંગ ગુણધર્મો ધરાવે છે. પાઈલોસ્પ્રે રુઝની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને હરસ-મસા અને ફિશરનાં લક્ષણોથી ત્વરિત રાહત આપે છે.

પાઈલોસ્પ્રે ક્લિનિકલી સંશોધન કર્યું, ૧૦૦% સુરક્ષિત અને પ્રાકૃતિક આયુર્વેદિક ઔષધિ છે.

પાઈલોસ્પ્રેને ભારતની સૌથી મોટી પાઈલ્સ હોસ્પિટલ ચેન હીલિંગ હેન્ડ્સ ક્લિનિકનાં સહયોગથી હીલિંગ હેન્ડ્સ એન્ડ હર્બ્સ દ્વારા વિકસિત કરવામાં આવી છે.

પાઈલોસ્પ્રેનો ઉપયોગ કઈ રીતે કરવો?

પાઈલોસ્પ્રેને ઉપયોગ કરતાં પહેલાં બરાબર હલાવો. ગુદાનાં અસરગ્રસ્ત ભાગ પર 5 થી 8 સેમી.નાં અંતરથી 2 થી 4 સેકંડ માટે સ્પ્રે કરો. પાઈલોસ્પ્રેનો ઉપયોગ મળનિસારણ પહેલાં અને પછી, અને રાત્રે અથવા લક્ષણોની તીવ્રતા અનુસાર જરૂર મુજબ ઘણી વાર કરી શકાય છે.

પાઈલોસ્પ્રેનો ઉપયોગ કરવા માટેની સ્થિતિઓ

1. ઉભડક બેસીને

  • આરામદાયક સ્થિતિમાં ઉભડક બેસો
  • નિતંબને એક હાથે ફેલાવો
  • ગુદાનાં અસરગ્રસ્ત ભાગ પર બાહ્ય રીતે સ્પ્રેનો છંટકાવ કરો

2. ઉભા રહીને

  • એક પગને ઉંચકીને યોગ્ય આધાર પર રાખી બીજા એક પગ પર આરામદાયક સ્થિતિમાં ઉભા રહો
  • નિતંબને એક હાથે ફેલાવો
  • ગુદાનાં અસરગ્રસ્ત ભાગ પર બાહ્ય રીતે સ્પ્રેનો છંટકાવ કરો

3. સૂતાં રહીને

  • એક પડખે સુઈને એક પગને ઉંચકીને પેટની નજીક લાવો
  • નિતંબને એક હાથે ફેલાવો
  • ગુદાનાં અસરગ્રસ્ત ભાગ પર બાહ્ય રીતે સ્પ્રેનો છંટકાવ કરો

જટિલ હરસ-મસા અથવા પાઈલ્સ અને ફિશરની સારવાર માટે પાઈલોકિટ.

પાઈલોકિટ એ પેશન્ટઓ માટેનો ઉપાય છે જેમને હરસ-મસા અને ઉગ્ર ફિશરનાં અધ્યતન તબક્કા માટે વધારાની સારવારની જરૂર પડે છે. પાઈલોકિટ એડવાન્સડ પાઈલ્સ, ઇન્ટરનલ અને એક્સટર્નલ પાઈલ્સ, બ્લીડીંગ પાઈલ્સ, અને એક્યુટ ફિશરની સારવાર માટે સૂચવવામાં આવે છે.

પાઈલોકિટ હરસ-મસા અને ફિશર માટે ૧૦૦% સુરક્ષિત, આયુર્વેદિક દવાઓનો સંયોજિત સારવાર પ્રોટોકોલ છે.

પાઈલોકિટમાં (PiloKit) નવીન સ્પ્રે પાઈલોસ્ય્રે (PiloSpray) અને ટેબ્લેટ પાઈલોટેબ (PiloTab) અને કોન્સ્ટિટેબનો (ConstiTab) સમાવેશ છે.

પાઈલોસ્પ્રેની જેમ જ પાઈલોટેબ અને કોન્સ્ટિટેબ પણ ક્લિનિકલી પ્રુવ થયેલી આયુર્વેદિક પ્રોપરાઇટરી દવાઓ છે.

પાઈલોટેબ (PiloTab)

હરસ-મસા અને ફિશરની સારવાર માટે પાઈલોટેબ ટેબ્લેટની રચનામાં દુગ્ધિકા, દારુ હળદર, લોધ્ર, નાગકેસર અને લજ્જાળુ જેવી 4 પસંદગીની ઔષધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાઈલોટેબ એન્ટિ- હેમોરેજિક, હિમોસ્ટેટિક, એન્ટિસેપ્ટિક, એનાલ્જેસિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને વુન્ડ હીલિંગ ગુણધર્મો ધરાવે છે.

પાઈલોટેબ પીડા, રક્તસ્ત્રાવઅને સોજા જેવાં હરસ-મસા અને ફિશરનાં લક્ષણોથી ઝડપી રાહત આપે છે, એ આંતરિક રુઝની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

કોન્સ્ટિટૅબ (ConstiTab)

હરસ-મસા અને ફિશર સાથે સંકળાયેલ કબજિયાતની સારવાર માટે કોન્સ્ટિટૅબ ટેબ્લેટની રચનામાં સોનામુખી, હરીતકી, બાલહિરડા, નિશોત્તર, સૈંધવ અને એરંડિયાનાં તેલ જેવી છ પસંદગીની ઔષધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોન્સ્ટિટૅબ પાચનમાં મદદ કરે છે, મળનિસારણને નિયમિત બનાવે છે અને કબજિયાત, એસિડિટી અને ગૅસ જેવાં એનાં લક્ષણો પર કામ કરે છે. કોન્સ્ટિટૅબ મળને કઠણ થતાં અને એના ગઠ્ઠા થતાં રોકે છે અને મળનિસારણ સરળ બને એની ખાતરી કરે છે જે હરસ-મસા અને ફિશરનાં લક્ષણોમાં ઘટાડો થવામાં મદદ કરે છે.

પાઈલોકિટનો ઉપયોગ કઈ રીતે કરવો?

પાઈલોસ્પ્રે (PiloSpray)

દિવસમાં 2 થી 3 વાર અથવા લક્ષણોની તીવ્રતા અનુસાર જરૂર મુજબ ઘણી વાર ઉપયોગ કરો

પાઈલોટૅબ (PiloTab)

સવારે નાસ્તો કર્યા પછી ૧ ટૅબ્લેટ અને રાત્રે જમ્યા પછી ૧ ટૅબ્લેટ, પાણી સાથે લો

કોન્સ્ટિટૅબ (ConstiTab)

કબજિયાતની તીવ્રતાનાં આધારે રાત્રે જમ્યા પછી પાણી સાથે 1 કે 2 ટૅબ્લેટ લો

હરસ-મસા અને ફિશર માટે પાઈલોકિટ ટ્રીટમેન્ટ કોર્સ

પાઈલોકિટનો ટ્રીટમેન્ટ કોર્સ 15 દિવસ માટે છે. પરિસ્થિતિની તીવ્રતાનાં આધારે આ કોર્સનું 6 વાર અથવા 3 મહિના માટે પુનરાવર્તન કરી શકાય છે.


Buy From:

0
    0
    Your Cart
    Your cart is emptyShop Now
      Calculate Shipping